VIDEO: જુનાગઢના કેશોદમાં ગેરકાયદેસર માટીના પાળાથી રસ્તા બંધ, ખેતરો પાણીમાં ગરકાવ થવાની ભીતિ
સોર્સ : gstv
જુનાગઢના કેશોદ પંથકમાં આવેલા અખોદડ અને પાડોદર ગામને જોડતા રસ્તા કાંઠે કરાયેલા માટીના ગેરકાયદેસર પાળા ખેડૂતો માટે ગંભીર સમસ્યા બન્યા છે. છ ખેડૂતો વિરૂદ્ધ આ પાળા હટાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્રણ હજાર ફૂટ લાંબા, ૩૫ ફૂટ પહોળા અને ૧૫ ફૂટ ઊંચા આ પાળાના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને બંને ગામ અને તાલુકા મથકે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. તંત્ર આળસ કરતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદાર અને જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગને અનેકવાર લેખિત રજૂઆત કરી પાળા હટાવવા, રસ્તો ખુલ્લો કરવા અને રસ્તાનું નવીનીકરણ કરવા માંગ કરી છે.

