Junagadh news: અનિરુધ્ધસિંહ રીબડાને VIP સુવિધા અપાતા જેલમાં કેદીઓ ઉપવાસ પર ઉતર્યા

Junagadh news: જૂનાગઢ જિલ્લા જેલમાં છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ રિબડાને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ કરી જેલમાં કેદીઓએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. જેલમાં કેદીઓને અસુવિધા અને વીઆઈપી કેદીઓ માટે ખાસ સુવિદા અપાતી હોવાથી કેદીઓ વિરોધ કરી રહ્યા છે. હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં કુલ 250 કેદીઓની ક્ષમતા છે, જો કે, તેની સામે 500 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે. જેથી જેલમાં તંત્ર દ્વારા સુવિધા પૂરી આપી શકાતી ન હોવાથી કેદીઓ આને લઈને નારાજ થયા છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જેલ તંત્ર સામે પક્ષપાતનો આક્ષેપ મૂકી જેલમાં સજા કાપતા કેદીઓએ ઉપવાસ શરૂ કર્યા છે. જેલમાં સજા કાપતા અનિરુદ્ધસિંહ રિબડાને VIP ટ્રિટમેન્ટ અપાતી હોવાનો અને અસુવિધા હોવાના આક્ષેપ સાથે કેદીઓ ઉપવાસ હડતાળ પર ઉતરી પડયા છે. જેને લઈ જેલ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. જેલમાં સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓ પોતાને મળતી સુવિધાથી નારાજ થઈને વીઆઈપી કેદીઓને સારી સવલત મળતી હોવાનો આક્ષેપ મૂકીને એકસાથે કેદીઓ ઉપવાસ પર ઉતરી ગયા છે. જૂનાગઢ જેલમાં કુલ 250ની સામે 500 કેદીઓ હોવાથી કેદીઓને પૂરતી સુવિધા ન મળતી સંભવ છે. જેને લઈ આથી જ સુવિધા પૂરી આપી શકાતી ન હોવાથી કેદીઓ નારાજ છે. જેલ અધિકારી કોઈ કેદી સાથે પક્ષપાત કરવામાં આવી હોવાની કોઈ ઘટના ન બની હોવાનું જણાવી રહ્યા છે.

