જૂનાગઢની શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરાઓ દીવાલ કૂદીને નાસી છૂટતાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે બનેલી આ ઘટનાએ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ ગંભીર બેદરકારી અંગે ઇન્ચાર્જ અધિક્ષકે ફરિયાદ નોંધાવતા, જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સગીરાઓની શોધખોળ શરૂ કરી છે.