Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh: Due to heavy rains and dam disaster, the condition of farmers has worsened

VIDEO: જૂનાગઢ: ભારે વરસાદ અને ડેમની આફતથી ખેડૂતોની હાલત કફોડી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. કેશોદ નજીક આવેલા સાબલી ડેમના 11 દરવાજા ખોલાતા મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે મઘરવાડા ગામનો સંપર્ક તૂટી ગયો છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક રોડ-રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે કેટલાક માર્ગો ધોવાઈ જતાં વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. ખેતરોમાં કરાયેલું વાવેતર પાણીમાં ધોવાઈ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ નુકસાનગ્રસ્ત રોડ-રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની તેમજ અસરગ્રસ્તોને વહેલી તકે રાહત આપવા માંગ ઉઠી છે.

App Store