VIDEO: જામનગરમાં ગ્રાહકે મંગાવેલા લાપીનોઝ પિઝામાંથી જીવાત મળી
સોર્સ : gstv
VIDEO: ફરી એકવાર લાપીનોઝ પિઝાની બેદરાકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા લાપીનોઝ પિઝા સેન્ટરમાં એક ગ્રાહકને પીરસવામાં આવેલા પિઝામાંથી જીવાત મળી આવી હતી. જેને લઈ ગ્રાહકે સંચાલક અને અન્યોનું જીવાત અંગે ધ્યાન દોર્યું હતું. ચોમાસું ચાલુ રહ્યું છે ત્યારે પિઝા સેન્ટરમાં જીવાત ધરાવતા પિઝા ખાવાથી આરોગ્યને નુકસાન થવાનો ડર રહ્યો છે. ગ્રાહકે ફૂડ શાખાને જીવાત અંગે જાણ કરતા ફૂડ વિભાગે લાપીનોઝ પિઝામાં ચેકિંગ હાથ ધર્યું હતું. જે બાદ ફૂડ વિભાગે લાપીનોઝ પિઝા સેન્ટરની મશીનરીને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.


