Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : man arrested for making fake videos of former minister and builders to defame them

Jamnagar: AIના સહારે ખંડણીનું રેકેટ, પૂર્વ મંત્રી અને બિલ્ડરોના ફેક વીડિયો બનાવી બદનામ કરનારો શખ્સ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar: AIના સહારે ખંડણીનું રેકેટ, પૂર્વ મંત્રી અને બિલ્ડરોના ફેક વીડિયો બનાવી બદનામ કરનારો શખ્સ ઝડપાયો
સોર્સ : GSTV

જામનગરમાં સોશિયલ મીડિયામાં ફેક એઆઈ વીડિયો બનાવી રાજકીય અગ્રણીઓ અને મોટા બિલ્ડરોને બદનામ કરી ખંડણી માંગતા ભેજાબાજને પોલીસે ઝડપી લીધો છે. વિશાલ કણસાગરા નામની આઈડી પરથી પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અગ્રણી બિલ્ડરો જમન ફળદુ તથા સ્મિત પરમાર સામે આક્ષેપો કરાતા વીડિયો વાયરલ થયા હતા. નવેમ્બર માસથી આ વાયરલ વીડિયોનો સિલસિલો ચાલુ હતું.  પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતનાઓેએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સાયબર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી નેપાળથી વીડિયો અપલોડ કરતો હતો. નેપાળથી દિલ્હી અને ત્યારબાદ જામનગર આવતા જ પોલીસે તેને દબોચી લીધો. કોર્ટ દ્વારા આરોપીને આઠ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આરોપી સામે સાયબર ફ્રોડના 11 ગુના નોંધાયેલા છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસાની શક્યતા છે.

App Store