Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Heart attack cases at young ages have increased in the district, one more girl dies of cardiac arrest

Jamnagar news : જિલ્લામાં નાની ઉંમરે હાર્ટએટેકના બનાવો વધ્યા, વધુ એક યુવતીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar news : જિલ્લામાં નાની ઉંમરે હાર્ટએટેકના બનાવો વધ્યા, વધુ એક યુવતીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત
સોર્સ : GSTV

Jamnagar news : જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થતો જાય છે, અને ગઈકાલે કાલાવડની 24 વર્ષીય યુવતીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ છે.

App Store

મળતી માહિતી અનુસાર, કાલાવડમાં સિનેમા રોડ પર રહેતી દીપિકાબેન તુલસીભાઈ રાબડિયા નામની 24 વર્ષની યુવતીને ગઈકાલે હાર્ટ એટેક આવી ગયો હતો, અને બેશુદ્ધ બન્યા બાદ તેણીનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે. સૌપ્રથમ મૃતક યુવતીને ગઈ રાત્રે પોતાના ઘેર ઊલટીઓ થઈ હતી, અને ગભરામણ થયા બાદ ખેંચ આવતાં સારવાર માટે બેશુદ્ધ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકની માતા નયનાબેન તુલસીભાઈ રાબડિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના પોલીસ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.