મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 8 આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકી ક

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકી કાર્યકરોની ધરપકડ કરી છે. ગુજરાતના પાલનપુર, સિદ્ધપુર અને નવસારીના ચીખલી ઉપરાંત મધ્ય પ્રદેશના દેવાસમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં તેઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાના પ્રયાસમાં હોવાનો આરોપ છે. કેટલાક આરોપીઓ સિદ્ધપુરની જામિયા અબુલ હસન મદ્રેસા અને નવસારીની જામિયા રહેમાનિયા સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો