VIDEO: અમદાવાદમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ વિભાગની પાઠ્યપુસ્તકો અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા
અમદાવાદમાં આજે મહાનગરપાલિકા દ્વારા સારંગપુર સ

અમદાવાદમાં આજે મહાનગરપાલિકા દ્વારા સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો હતો. બીજી તરફ, રાજ્યની શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન મળવાની ફરિયાદો અંગે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મંત્રીએ દાવો કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયા છે. જો કોઈ શાળા બાકી હોય તો સીધી જાણ કરવા તેમણે અપીલ કરી છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે અને સરકાર દ્વારા શિક્ષણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.




