VIDEO: દેવભૂમિ દ્વારકાના દરિયામાં હાઈટાઈડનું હાઈ એલર્ટ: ૩.૬ મીટર ઊંચા રાક્ષસી મોજાં ઉછળવાની આશંકા
યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી ૨૪ કલાક અત્યંત ભા

યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી ૨૪ કલાક અત્યંત ભારે છે. વહીવટી તંત્ર દ્વારા આજ રાત્રિથી લઈને આવતીકાલ રાત્રિ સુધી દરિયામાં ભયાનક હાઈટાઈડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાડીનારથી લઈને ઓખા સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાના મોજાં ૩.૬ મીટર એટલે કે અંદાજે ૧૧ થી ૧૨ ફૂટ સુધી ઊંચા ઉછળવાની દહેશત છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા અને પોતાની બોટોને સલામત સ્થળે બાંધી દેવા કડક આદેશ આપ્યા છે. દરિયાની આક્રમક સ્થિતિને પગલે સુરક્ષાના ભાગરૂપે પ્રવાસીઓ અને સ્થાનિક રહીશોને દરિયાકિનારાથી બિલકુલ દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. કાંઠાના વિસ્તારો પર આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સતત બાજ નજર રાખી રહી છે.




