VIDEO: બારડોલીમાં ભારે વરસાદ: અંડરપાસ બંધ
સુરત જિલ્લાના બારડોલી નગર અને તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે બારડોલીના અલં

સુરત જિલ્લાના બારડોલી નગર અને તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે બારડોલીના અલંકાર સિનેમા નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે. આ જળભરાવના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે અને વાહનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.




