મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: પ્રવાસ દરમિયાન સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર, સ્કૂલોએ સમગ્ર કાર્યક્રમની જાણ પોલીસ સ્ટેશનમાં કરવી પડશે

ગુજરાતની વિવિધ શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આ

Gujarat news: પ્રવાસ દરમિયાન  સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર, સ્કૂલોએ સમગ્ર કાર્યક્રમની જાણ પોલીસ સ્ટેશનમાં કરવી પડશે

ગુજરાતની વિવિધ શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરતા રહેતા હોય છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં હરણી બોટ દુર્ઘટના પછી શાળાઓ પણ હચમચી ગઈ હતી  આ દુર્ઘટનામાં માસૂમોના જીવ પણ ગયા હતા. ત્યારે હવે સરકાર દ્વારા ખાસ સૂચના બહાર પાડવામાં આવી છે.શાળાઓમાં સામાન્ય રીતે દિવાળી બાદ નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન પ્રવાસ યોજાતા હોય છે. આથી પ્રવાસને લઈને સંપૂર્ણ  જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

પ્રવાસનું આયોજન કરતી વખતે પોલીસ સ્ટેશનમાં કરવી પડશે જાણ

જેમાં કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તો સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવો પડશે. પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. તો બીજી તરફ પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ પણ જવાની હશે તો મહિલા પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં હરણી બોટકાંડ સર્જાયો હતો, જેમાં માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા.

આ સમાચાર શેર કરો