VIDEO: જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી: આઝાદ ચોકમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં બાઈક સવાર ખાબક્યો
જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની અણઘડ કામગીરી ફરી એ

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની અણઘડ કામગીરી ફરી એકવાર માસૂમ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. શહેરના વ્યસ્ત આઝાદ ચોક વિસ્તારમાં વહેલી સવારે પસાર થઈ રહેલો એક બાઈક ચાલક ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં ખાબક્યો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલે પણ આ જ રીતે એક યુવાન ખાડામાં ખાબક્યો હતો. શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના ખાડા ખોદ્યા પછી મનપા દ્વારા તેનું યોગ્ય પૂરાણ કે બેરિકેડિંગ ન કરવામાં આવતા રોજેરોજ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તંત્રની આ આળસુ અને ગુનાહિત બેદરકારી સામે હવે જૂનાગઢના રસ્તાઓ પર જનતાનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.




