મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત; લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 5 મુસાફરોના મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ચોંકાવના

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત; લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 5 મુસાફરોના મોત
આ સમાચાર સાંભળો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે. અહીં વહેલી સવારે જ એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 5 મુસાફરોના દર્દનાક મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. હાલમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

આ બસ સુરતથી રાજસ્થાન જવા ઉપડી હતી. સાઈ સુદર્શન ટ્રાવેલ્સની આ બસને લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ વડોદરાથી અમદાવાદ તરફ આવતી વખતે એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. મુસાફરો તે સમયે ગાઢ ઊંઘમાં હોવાની જાણકારી મળી છે. જોકે અકસ્માત સર્જાતા ચીસાચીસ મચી ગઇ હતી અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ સમાચાર શેર કરો