Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: The body of a girl who was washed ashore in Adri village of Gir-Somnath was found in the sea of ​​Junagadh Mangrol

VIDEO: ગીર-સોમનાથના આદ્રી ગામનાં દરિયામા તણાયેલી યુવતીનો મૃતદેહ જૂનાગઢ માંગરોળનાં દરિયામાંથી મળ્યો

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: લગ્ન પ્રસંગે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની યુવતી કે જેઓ ગીર-સોમનાથનાં આદ્રી ગામે ફરવા ગયા હતા અને ફોટો પડાવવા દરિયાની થોડે અંદર જતા ચાર જેટલા લોકો તણાયા હતા પરંતુ સદનસીબે ત્રણ લોકોને તરવૈયાઓએ બચાવી લીધા હતા પરંતુ એક યુવતી ગુમ થતાં તેમની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે માંગરોળ દરિયામા લાશ તરતી હોવાની માછીમારોને ખબર પડતાં માછીમારો દ્વારા આ લાશને દરિયામાંથી હોડી દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .

App Store

ઉલ્લેખનીય છે કે આ મૃતક યુવતી માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને આદ્રી ગામે લગ્ન પ્રસંગે ફરવા ગયા હતા જ્યાં ફોટા પડાવવા દરિયાની અંદર લાપતા બની હતી જેની શોધખોળ બે દિવસથી ચાલતી હતી ત્યારે આજે માંગરોળનાં દરિયા માંથી તેની લાશ મળી આવી હતી.

શું મામલો હતો
 ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયા કિનારે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક યુવતી દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના જોરદાર મોજાની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર લોકો બચાવવામાં સફળ રહ્યા જ્યારે એક યુવતી તણાઈ ગઈ હતી.

સેલ્ફી લેતી વખતે મોજું ખેંચી ગયું
મળતી માહિતી અનુસાર, પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલું કપલ તેમના મિત્રો સાથે આદરી ગામના દરિયાકિનારે હતા. જેમાં પાંચ વ્યક્તિઓ દરિયાકિનારે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું મોજું આવ્યું. ચાર લોકો એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જોકે, એક યુવતીને આ જોરદાર મોજું સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.