VIDEO: માળિયા હાટીના રેલવે સ્ટેશન પાસે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
VIDEO: જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં રેલવે સ્ટેશન પાસે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યા યથાવત્ રહે છે. જેથી અંડરબ્રિજનો રસ્તો બંધ રહેતા વાહનચાલકોને ભારે અગવડ પડતી હોય છે. માળિયા હાટીનામાં દરરોજ 16થી 18 જેટલી રેલવે ટ્રેનની અવરજવર કરતી હોય છે. જેના લીધે દિવસમાં 16થી 18 વખત રેલવે ફાટક બંધ કરવું પડે છે. આના લીધે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.
રેલવે ફાટકની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈને રેલવે વિભાગે રૂપિયા સવા ત્રણ કરોડના ખર્ચે. કેશોદ તરફના રેલવે ફાટક પાસે અંડર બ્રિજ બનાવેલ છે. પરંતુ આ અંડર બ્રિજ ચોમાસાના ચાર મહિના શોભાના ગાંઠિયા જેવો બની જાય છે. લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવે છે, અગર મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય છે ત્યારે તંત્ર તાત્કાલિક પાણી ઉલચવાની કામગીરી. શરૂ કરે છે. પરંતુ સામેથી તંત્ર કોઈ પણ કાર્યવાહી કરતું નથી. તાજેતરમાં જ છેલ્લા આઠથી દસ દિવસ થયા કમોસમી વરસાદ પડતા આ અંદર બ્રિજમાં હજી પાણી ભરાઈ રહ્યા છે. એટલે આ અંડર. બ્રિજ. અત્યારે બંધ હાલતમાં શોભાના ગાંઠિયા જેવો જોવા મળે છે. રેલવે ફાટક બંધ થાય છે ત્યારે વાહનચાલકોને ભારે મુશ્કેલી થતી હોય છે. જેથી તંત્રએ આ અંડર બ્રિજમાંથી તાત્કાલિક પાણી ઉલેચવાની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

