Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Malaysia: Boat carrying 300 tourists sinks off Malaysian coast, 10 people rescued, hundreds missing

Malaysia: મલેશિયાના તટ પર 300 પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, 10 લોકોને બચાવી લેવાયા, સેંકડો ગુમ

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Malaysia: મલેશિયાના તટ પર 300 પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, 10 લોકોને બચાવી લેવાયા, સેંકડો ગુમ
સોર્સ : GSTV

Malaysia: મ્યાનમારથી આશરે 300 પ્રવાસીઓને લઈ જતી એક હોડી થાઈલેન્ડ અને મલેશિયાની સરહદ પાસે હિન્દ મહાસાગરમાં પલટી ગઈ. આનાથી હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં માત્ર 10 લોકોને બચાવી શકાયા, જ્યારે રૅસ્કયૂ ટીમે એક વ્યકિતના મૃતદેહને દરિયામાં તરતો મળી આવ્યો હતો. અન્ય તમામ લોકો હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. 

App Store

બોટ ડૂબ્યા બાદ તરત કોઈ સૂચના ન મળી
રૅસ્ક્યૂ ઓપરેશન ચલાવતી ટીમને બોટ ડૂબવાની જાણકારી તાત્કાલિક ન મળી શકી. આ કારણે સેંકડો લોકો દરિયાના પાણીમાં ગરકાવ થયા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, બોટ ડૂબતી વેળાએ અને યોગ્ય સ્થાન તાત્કાલિક જાણી ન શકાયું. જેથી મોટાભાગના લોકો ગુમ થઈ ગયા. એક વ્યકિતએ જણાવ્યું કે, બોટ થાઈ જળશ્રેત્રમાં પલટી હતી. ખતરનાક દરિયાઈ રસ્તાનો ઉપયોગ કરી પ્રવાસીઓનું શોષણ કરી સરહદ પારની ગેંગ સક્રિય થઈ રહી છે.

બચાવ કરાયેલા લોકોમાં રોહિંગ્યા મુસલમાન વધુ
મળતી માહિતી અનુસાર, બોટ ડૂબ્યા બાદ જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓમાંના કેટલાક રોહિંગ્યા મુસલમાન છે, જે મુખ્ય રીતે મ્યાનમાર જઈ રહ્યા હતા, તેઓને દાયકાઓથી સ્થાનિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મલેશિયન એજન્સી અનુસાર શરૂઆતના ગાળાની તપાસથી જાણવા મળ્યું કે, બોટ મ્યાનમારના રખાઈન રાજ્યના બુથીદાંગ શહેરથી રવાના થઈ હતી અને ત્રણ દિવસ પહેલા ડૂબી ગઈ. શનિવારે મલેશિયાના ઉત્તરી રિસોર્ટ દ્વીપ લંગકાવી નજીક પાણીમાં ઘણા જીવતા લોકો જોવા મળ્યા પછી શોધ અને બચાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી.

એજન્સીના અધિકારીએ જણાવ્યું કે, મ્યાનમાર રહેતી એક મહિલાનો મૃતદેહ દરિયામાં તરતો મળ્યો. ઘટનાસ્થળથી આશરે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં એક બાંગ્લાદેશી અને ઘણા મ્યાનમારના લોકો સામેલ છે.