મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખ્યો પત્ર, પત્રને મામલે પ્રવીણ માળીની પ્રતિક્રિયા

સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. જેમાં કોલ્ડ સ્ટોરેજ પર નિય

સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખ્યો પત્ર, પત્રને મામલે પ્રવીણ માળીની પ્રતિક્રિયા

સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. જેમાં કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી અને ખેડૂતોના બટાટા સ્ટોર થાય તેવી વ્યવસ્થા કરવા માટે પત્ર લખ્યો હતો. કોલ્ડ સ્ટોરેજના સંચાલકો સંગ્રહખોરી કરી રહ્યા છે અને જેનું નુકશાન ખેડૂતોને થાય છે. જેથી કોલ્ડ સ્ટોરેજ માટે નીતિ નક્કી કરવામાં આવે અને 50% ખેડૂતો માટે સ્ટોરેજ અનામત કરવામાં આવી તેવી માંગ કરી છે.

ગેનીબેન ઠાકોરના પત્ર પર પ્રવીણ માળીની પ્રતિક્રિયા

સાંસદ ગેનીબેન ઠાકોરે લખેલા પત્ર પર પ્રવીણ માળીએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને ગમે મુદ્દા ઉછાળવામાં રસ છે. ખેડૂતોની વાત કરવાનો કોંગ્રેસને કોઈ હક નથી. સરકારે 200 કરોડની સબસિડીની વાત કરી હતી, સરકારનું પૂરું નિયંત્રણ છે. સબસિડી આપવાની જાહેરાત રાજ્ય અને કેન્દ્ર સરકારે કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું પોતે ખેડૂત છું, બટાકા વાવું છું. બટાકાના કિસ્સામાં ગુજરાતનો ભાગ માત્ર 7% જ છે. ખેડૂતોની પડખે સરકાર ઊભી છે.

આ સમાચાર શેર કરો