Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Women and Child Commission's initiative to eradicate social evils; Know in which districts this awareness chariot will roam

Gandhinagar news: સામાજિક દૂષણ નાબૂદ કરવા મહિલા અને બાળ આયોગની પહેલ; જાણો ક્યાં જિલ્લાઓમાં ફરશે આ જાગૃતિ રથ

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: સામાજિક દૂષણ નાબૂદ કરવા મહિલા અને બાળ આયોગની પહેલ; જાણો ક્યાં જિલ્લાઓમાં ફરશે આ જાગૃતિ રથ
સોર્સ : GSTV

Gandhinagar news: બાળ લગ્ન જેવા ગંભીર સામાજિક કુરિવાજને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ આયોગ તથા ગાયત્રી સેવા સંસ્થાન દ્વારા એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતેથી 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વિશેષ જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

App Store

ચેરમેનનો મહત્વનો સંદેશ: આ પ્રસંગે મહિલા અને બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે રથને લીલી ઝંડી આપતા જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ માત્ર પરંપરા નથી, પરંતુ બાળકના માનસિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસને રૂંધતો ગુનો છે. તેમણે ઉમેર્યું હતું કે લગ્ન માટેની નિર્ધારિત વય મર્યાદાનું પાલન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે.

ક્યાં ક્યાં ફરશે આ રથ? 
સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવે માહિતી આપી હતી કે આ રથ ગાંધીનગર સહિત મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાઓના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભ્રમણ કરશે. રથ દ્વારા ઓડિયો સંદેશ અને પત્રિકાઓના માધ્યમથી લોકોને બાળ લગ્ન નિષેધ અધિનિયમ વિશે માહિતગાર કરવામાં આવશે.

નાગરિકોને અપીલ 
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે જો ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય તો જાગૃત નાગરિક તરીકે 1098 અથવા 112 નંબર પર તુરંત જાણ કરવી જોઈએ. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા પ્રભાગના ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.