Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : What statement did Gandhinagar Police give regarding the encounter of the psycho killer in the robbery and murder case at Adalaj Canal?

Gandhinagar news: અડાલજ કેનાલ પર લૂંટ વિથ મર્ડર કેસના સાયકો કિલરના એન્કાઉન્ટર અંગે ગાંધીનગર પોલીસે શું નિવેદન આપ્યું?

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: અડાલજ કેનાલ પર લૂંટ વિથ મર્ડર કેસના સાયકો કિલરના એન્કાઉન્ટર અંગે ગાંધીનગર પોલીસે શું નિવેદન આપ્યું?
સોર્સ : GSTV

Gandhinagar news: ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજની નર્મદા કેનાલ નજીક બનેલી લૂંટ વિથ મર્ડર કેસના સાઈકો કિલર આરોપી વિપુલ પરમારનું પોલીસે આજે બુધવારે (24 સપ્ટેમ્બર) એન્કાઉન્ટર કર્યુ છે. સમગ્ર બનાવ મામલે ગાંધીનગર પોલીસે નિવેદન આપ્યું છે.

App Store

સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે શું કહ્યું પોલીસ અધિકારીએ?
સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અડાલજની અંબાપુર કેનાલ પર ગત 20 સપ્ટેમ્બર, 2025ના રોજ આરોપીએ વૈભવ નામના વ્યક્તિને ચાકુ મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, યુવક સાથે રહેલી યુવતીને પણ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ ગુનામાં વિપુલ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ATS અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો.'

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપીને આજે બુધવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પંચનામું કરવા માટે LCBની ટીમ લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી વિપુલ પરમાર દ્વારા પોલીસ અધિકારીનું હથિયાર છીનવીને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇજા થઈ હતી, અને આરોપી દ્વારા વેહિકલ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવામાં LCBના માણસો દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યુ હતું, જેમાં આરોપી વિપુલનું મોત થયું હતું. આરોપીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી રાજેન્દ્રસિંહને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીને ડાબા હાથે ગોળી વાગી હતી. જ્યારે આરોપીને જાંઘના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી હતી. આરોપીએ હથિયાર ઝૂંટવી પોલીસની ગાડીનો દરવાજા અને ભાગતાં-ભાગતાં ફાયરિંગ કર્યું હતું. આરોપીની ડેડ બોડી બાબતે તેના સગાં સબંધીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.

શું હતી ઘટના? 

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો.  શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થ-ડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, લૂંટારુએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની યુવતી અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની અસારવારની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી. જે બાદ પોલીસે રાત-દિવસની શોધખોળ બાદ રાજકોટ પાસેથી સાયકો કિલરને ઝડપી લીધો હતો.