Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rule Violation in Medical Colleges: Why Incidents Don't Stop Despite Anti-Ragging Squads?

મેડિકલ કોલેજોમાં જ નિયમોનું ઉલ્લંઘન: એન્ટી-રેગિંગ સ્કવોડ હોવા છતાં કેમ નથી અટકતી ઘટનાઓ?

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
મેડિકલ કોલેજોમાં જ નિયમોનું ઉલ્લંઘન: એન્ટી-રેગિંગ સ્કવોડ હોવા છતાં કેમ નથી અટકતી ઘટનાઓ?
સોર્સ : gstv

Gujarat Medical College Ragging Statistics: સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી મેડિકલ કોલેજના બોયઝ પી.જી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડોક્ટર દ્વારા ફાંસો ખાઈ આપઘાત કરવાના બનાવમાં રેગિંગ જવાબદાર હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. રાજ્યના આરોગ્ય મંત્રીના શહેરમાં રેગિંગની ઘટનાને પગલે 24 કલાકમાં તપાસ પૂર્ણ કરીને ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટરને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ સહિત તમામ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે માઇક્રો બાયોલોજી વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

App Store

હર્ષ પંડ્યાને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતા, 'અમે તારા બોસ છીએ' કહી માનસિક ત્રાસ આપતા હતા
સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુત દ્વારા જુનિયર ડો. હર્ષ પંડ્યાને અપશબ્દો કહેવામાં આવતા હતા. કલાકો સુધી રૂમમાં ગોંધી રાખવામાં આવતો હતો. 'અમે તારા બોસ છીએ' તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝડ આ ત્રણ મુદ્દે રેગિંગ પુરવાર થયું છે. ડો. હર્ષ પંડ્યાએ શનિવારે રાત્રિ દરમિયાન બોયઝ પીજી હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૂળ અરવલ્લીના મોડાસાના વતની એવા હર્ષના આપઘાતને પગલે ચકચાર મચી હતી. મૃતકના પિતાએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે માંગણી કરી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ વિશેષ તપાસ કમિટી રચવામાં આવી હતી. કમિટી દ્વારા 24 કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે. અને તેમાં ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટરો દ્વારા ડો. હર્ષ પંડ્યાનું રેગિંગ કરાયાની પુષ્ટિ થઈ છે. સિનિયર ડોક્ટરો દ્વારા હર્ષ પંડ્યાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. કમિટીના તપાસ રિપોર્ટ બાદ ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટર નિરાલી વસાવે, અનુજ મહેશ્વરી, દીક્ષિતા ઘેવરિયા અને હિના ભુતને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સરકારે રેગિંગ મુદ્દે નિયમો લાગુ કર્યા પણ સરકારી કોલેજોમાં જ પાલન નહીં

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વધતી રેગિંગની ઘટનાઓને રોકવા માટે ગુજરાત સરકારે 19 માર્ચ 2024ના રોજ નોટિફિકેશન કરીને તમામ સંસ્થાઓ-યુનિ.ઓ માટે કડક નિયમો લાગુ કર્યા હતા અને ગંભીરતાથી પાલન કરવા આદેશ કર્યો હતો. જો કે સરકારનો આ ઠરાવ છતાં પણ રેગિંગની ઘટનાઓ બની રહી છે અને એટલું જ નહીં મોટા ભાગની રેગિંગની ઘટનાઓ સરકારી મેડિકલ કોલેજોમાં જ બને છે. આમ સરકારના ઠરાવ-નિયમોનું સરકારી કોલેજોમાં જ પાલન થતું નથી.

સરકારી મેડિકલ કોલેજોમાં જ વધુ રેગિંગ : કોલેજો-યુનિ.ઓની પણ જવાબદારી નક્કી કરાઈ છતાં પગલાં નહીં

ગુજરાતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં રેગિંગની ઘટનાઓને રોકવા માટે શિક્ષણ વિભાગે માર્ચ 2024માં ઠરાવ કરીને જાહેર કરેલા નિયમોમાં કોલેજોથી માંડી યુનિ.ઓની પણ જવાબદારી નક્કી કરાઈ હતી. 2009માં સુપ્રીમકોર્ટની ગાઈડલાઈનબાદ યુજીસીથી માંડી નેશનલ મેડિકલ કમિશન દ્વારા પણ દર વર્ષે અને અત્યાર સુધીમાં અનેકવાર રેગિંગ મુદ્દે સંસ્થાઓને પરિપત્રો કરાયા છે. છતાં પણ રેગિંગની ઘટનાઓ છાશવારે બને છે અને તે પણ સૌથી વધુ સરકારી મેડિકલ કોલેજોમાં જ બને છે. સરકારે લાગુ કરેલા નિયમોમાં એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્કવોડ અને મોનિટરિંગ સેલ બનાવવાનો આદેશ કરાયો હતો. જો કે તમામ કોલેજોમાં કમિટી અને સ્કવોડ તો છે પરંતુ છતાં કેમ રેગિંગની ઘટના બને છે તે મોટો પ્રશ્ન છે.

બે મહિનામાં રેગિંગની 3 ઘટના સરકારી કોલેજોમાં બની

સરકારની સોસાયટી સંચાલિત પાટણની જીએમઈઆરએસ કોલેજમાં 2024માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગિંગ થયું હતું અને વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના બાદ આ વર્ષે છેલ્લા બે મહિનામાં વધુ ત્રણ સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગની ગંભીર ઘટના બની છે. જેમાં જૂનમાં બી.જે.મેડિકલ કોલેજ ઉપરાંત ભાવનગરની મેડિકલ કોલેજમાં અને ત્યારબાદ હવે સુરતની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની છે. મહત્વનું છે કે મોટા ભાગની રેગિંગની ઘટનાઓ હવે પીજી ડિપાર્ટમેન્ટમાં જ બની રહી છે એટલે કે પીજીના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરોના રેગિંગની ઘટનાઓ વધી છે.

રેગિંગની 26 ટકા ફરિયાદ મેડિકલ કોલેજમાંથી

ગુજરાતમાં વર્ષ 2012થી 2022 દરમિયાન રેગિંગની 105 જ્યારે વર્ષ 2022થી 2026માં 86 ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતની કુલ રેગિંગ ફરિયાદ પૈકી 26 ટકાથી વધુ માત્ર મેડિકલ કોલેજમાંથી મળી છે.
સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા 2022-2024 રિપોર્ટમાં ચોંકાવનારો મૃત્યુઆંક સામે આવ્યો છે. રેગિંગ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં 51 વિદ્યાર્થીઓના મોત થયા છે, તે પૈકી 23 મૃત્યુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હતા. વર્ષ 2022-2024માં કુલ રેગિંગ સંબંધિત મૃત્યુના 45.1% મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હોય છે. રિપોર્ટ મુજબ ત્રણ વર્ષમાં દેશની 1946 કોલેજમાં 3156 રેગિંગની ફરિયાદ નોંધાઈ છે.