Rain in Gujarat: રાજ્યના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ આ 2 જિલ્લામાં વરસ્યો, જાણો

Rain in Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં આજે(1 નવેમ્બર) સાંજે 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
106 તાલુકામાં કમોસમી વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના ધંધુકામાં 2.48 ઇંચ, પોરબંદરમાં 2.2 ઇંચ, રાજકોટના લોધીકામાં 1.61 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.34 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે ભરુચના જાંબુસર, ડાંગના આહવા, બોટાદના ગઢડા, રાણપુર, બરવાળા, રાજોકટ, ભાવનગરના વલ્લભીપુર, પાલીતાણા સહિત 99 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.




