Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Gujarat: Rainfall in 181 talukas of the state, 3 inches of rain fell in Dhoraji, see how much rain fell where?

Rain in Gujarat : રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદી મહેર, ધોરાજીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો વરસ્યો?

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Gujarat : રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદી મહેર, ધોરાજીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો વરસ્યો?
સોર્સ : GSTV

Rain in Gujarat : હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રવિવારે (17 ઓગસ્ટ) રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં બે કલાકમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

App Store

181 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં આજે (17 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માળિયા મિયાણામાં 2.64 ઇંચ, સુરતના કામરેજમાં 2 ઇંચ, બનાસકાંઠાના ધાનેરા અને ડાંગના સુબિરમાં 1.81 ઇંચ, જૂનાગઢમાં 1.77 ઇંચ, તાપીના વ્યારામાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગીર-સોમનાથના તલાલા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પાટણના સિદ્ધપુર, છોટાઉદેપુર કવાંટ, વલસાડના પારડી, સુરેન્દ્રનગરના મૂળી, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, અરવલ્લી, તાપી સહિત 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 158 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજૉવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. માળીયાહાટીના તાલુકામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક નદીઓ બેકાંઠે વહેતી થઈ છે.દાહોદ જિલ્લાના લીમડી,ઝાલોદ, સુખસર, ફતેપુરા ,સિંગવડ, ધાનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. હિંમતનગર ઇડર શહેર તેમજ ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો હતો. 

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - image

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - image

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 4 - image

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 5 - image