Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Gujarat: Rain in districts including Shrikar Varsha, Junagadh, Amreli, Surat in Shravan in the state, see

Rain in Gujarat : રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા, જૂનાગઢ, અમરેલી, સુરત સહિતના જિલ્લામાં વરસાદ, જુઓ 

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Gujarat : રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા, જૂનાગઢ, અમરેલી, સુરત સહિતના જિલ્લામાં વરસાદ, જુઓ 
સોર્સ : GSTV

Rain in Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે (18 ઑગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

App Store

18 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં આજે (18 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના વાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડના પારડી, કોડિનાર, સુરત, વડોદરા સહિતના 16 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ, જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વલસાડના પારડી, તાપીના ડોલવણ, સુરેન્દ્રનગરના મૂળી સહિત 24 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - image

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા, રાજકોટના જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

 

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - image