Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Massive fire breaks out in the records room of the college on Mansa-Mahudi road, documents and other belongings burnt to ashes

Gandhinagar news: માણસા-મહુડી રોડ પર આવેલી કૉલેજના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ, ડોક્યુમેન્ટસ સહિતનો સામાન બળીને રાખ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: માણસા-મહુડી રોડ પર આવેલી કૉલેજના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ, ડોક્યુમેન્ટસ સહિતનો સામાન બળીને રાખ
સોર્સ : GSTV

Gandhinagar news: ગાંધીનગર જિલ્લાના માણસા-મહુડી રોડ પર આવેલી સ્વ. જશુબેન હોમિયોપેથી કૉલેજના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા કૉલેજ કેમ્પસમાં દોડધામ મચી હતી. આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગના કારણે રેકોર્ડ રૂમમાં રહેલી ફાઈલો, કમ્પ્યૂટર સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 

App Store

માણસા-મહુડી રોડ પર સ્થિત હોમિયોપેથી કૉલેજના રેકોર્ડ રૂમમાં આગની ઘટના
મળતી માહિતી મુજબ, ગાંધીનગર મેડિકલ કૉલેજ સંચાલિત સ્વ. જશુબેન ભગવાનભાઈ ગોહિલ હોમિયોપેથી હોસ્પિટલ-કૉલેજના સિનિયર મેડિકલ ઓફિસરના રેકોર્ડ રૂમમાં આજે શનિવારે (22 નવેમ્બર) અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે રૂમમાં રહેલા દસ્તાવેજો સહિતનો સામાન સળગી ગયો હતો. પણ આ દુર્ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી.  

આગ મામલે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીએ જણાવ્યું કે, કૉલેજમાં રાખવામાં આવેલા આગ ઓલવવાના ફાયર એક્સ્ટીંગ્યુઝરની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તે હજુ બહાર આવ્યું નથી.