Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Government employees reach Supreme Court against 5-year fixed pay policy; Appeal to CJI for speedy justice

VIDEO: 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે સરકારી કર્મચારીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ; CJI પાસે કરી ઝડપી ન્યાયની ગુહાર

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્ય સરકારની 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે રાજ્યના સરકારી કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ને ઈમેલ મોકલીને છેલ્લા 14 વર્ષથી પડતર રહેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ની અંતિમ સુનાવણી સત્વરે કરવા અપીલ કરી છે.

App Store

14 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ પડતર

અરજદારે પત્રમાં જણાવ્યાનુસાર, અમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સહિતની સરકારી એજન્સીઓ દ્વારા નિયમિત ભરતી પ્રક્રિયા મારફતે 5 વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ નિમણૂક પામેલા કર્મચારી છે. આ વિનંતી પત્ર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સમક્ષ પડતર SLP (સિવિલ) નં. 14124-14125/2012 ના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા લાંબા સમયથી પડતર સિવિલ અને ક્રિમિનલ કેસોના નિકાલ માટે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે. આ નિર્ણયથી ન્યાયની રાહ જોતા હજારો લોકોને નવી આશા જાગી છે, જેથી આ કેસની પણ યોગ્ય બેન્ચ સમક્ષ ઝડપી અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

હજારો કર્મચારીઓના ભવિષ્યનો સવાલ

અરજદારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર એક સામાન્ય કાનૂની વિવાદ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી સેવામાં પ્રવેશેલા હજારો કર્મચારીઓના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે આ બાબતે તમામ બંધારણીય અને કાનૂની મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ વિગતવાર ચુકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 14 વર્ષથી પેન્ડિંગ હોવાથી કર્મચારીઓ લાંબા સમયથી અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. વિશેષ બેન્ચની રચના બાદ આ જૂના પડતર કેસનો પણ ઝડપથી નિકાલ આવશે તેવી આશા કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.