Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Bhuj NDPS court sentences five accused from Punjab to 10 years rigorous imprisonment in Kutch's multi-crore heroin case

VIDEO: કચ્છમાં કરોડોના હેરોઈન પ્રકરણમાં ભુજ NDPS કોર્ટે પંજાબના પાંચ આરોપીઓને ફટકારી ૧૦ વર્ષની સખત કેદ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંજાબથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઈન વેચવા માટે કચ્છ આવેલા પાંચ આરોપીઓને ભુજની NDPS કોર્ટે કસૂરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ પાંચેય આરોપીઓને બે-બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન ભુજ SOG પોલીસે એક સફેદ રંગની કારમાંથી મોટી માત્રામાં હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ ફિલ્મી ઢબે કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરી કારનું ટાયર પંચર કરવા માટે ફાયરિંગ કરવું પડ્યું હતું. કાર અટકાવ્યા બાદ તેમાં સવાર પાંચેય શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજે ૪૨૦ ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત બે કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનાની સુનાવણી હાથ ધરીને ભુજની વિશેષ NDPS કોર્ટે તમામ આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદ અને દંડની સજાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News