Gandhinagar news: હેલ્મેટના અમલને લઈ લોકોને પડતી તકલીફો અંગે ભાજપના ધારાસભ્યે જ ઉઠાવ્યો મુદ્દો

Gandhinagar news: ગુજરાત વિધાનસભાના 15મા સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે ગૃહમાં હેલ્મેટના અમલીકરણ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુદ્દો ઉઠાવીને સરકાક સામે મેદાને ઉતર્યા છે. રાજકોટ બાદ હવે સુરતના ધારાસભ્ય સરકાર સામે હેલ્મેટ ફરજિયાત અંગેનો વિરોધ ઉઠાવ્યો છે. લોકોને પડતી વિવિધ તકલીફો અંગે કુમાર કાનાણીએ મુદ્દો ઉઠાવી સૌને ચોંકાવી દીધા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભા ગૃહમાં હેલ્મેટ અંગેના નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. આજે વિધાનસભા સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે ભાજપના નેતા સામે આવ્યા હતા. બે દિવસ અગાઉ રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત અંગે નિર્ણય વિધાનસભા ગૃહમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી રાજકોટમાં લોકોનાં વિરોધનો સૂર ઉઠયો છે. જેથી રાજકોટના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટમાં લોકોને મુશ્કેલી પડી રહી હોવાની અને લોકોને તકલીફની રજૂઆત કરી હતી. જેથી તેમને જણાવ્યું કે, આખાય ગુજરાતમાં તમામ મહાનગરો અને શહેરો માટે પુનઃ વિચાર કરવો જોઈએ. લોકોને તકલીફના પડે તે મુદ્દે વિચારવું જોઈએ એવી રજૂઆત કરી હતી.

