ગુજરાતમાં વહીવટી ફેરફાર: 8 TDOની તાત્કાલિક અસરથી બદલી, એક અધિકારીની બઢતીનો હુકમ રદ્દ

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી(TDO) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ અને નવી નિમણૂકોના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં એક અધિકારીને આપવામાં આવેલી TDOની બઢતીનો હુકમ રદ્દ કરીને તેઓને અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે.

GAS કેડરના 8 તાલુકા વિકાસ અધિકારીની બદલી
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના લેટર અનુસાર, ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના 8 અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. જ્યારે ગત 8 જુલાઈ, 2026ના રોજ પંચાયત/રાજ્ય સેવા વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપી તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં નિમણૂક આપવામાં આવી હતી. જે પૈકી બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી (ખેતી) ભરતસિંહ દુદાજી રાજપુતને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી આપતો હુકમ મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે.


