VIDEO: બાવળામાં ખેડૂત આગેવાન પર હુમલા અને અપહરણના કેસમાં ઉગ્ર આક્રોશ: કેરાળા જીઆઇડીસી પોલીસ મથકનો ઘેરાવ
અમદાવાદના બાવળામાં બે દિવસ પહેલાં ખેડૂત આગેવા

અમદાવાદના બાવળામાં બે દિવસ પહેલાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર છરી વડે જાનલેવા હુમલો કરી તેમનું અપહરણ કરાયાની ઘટનાથી ભારે ચકચાર મચી છે. સાણંદના ડરણ ગામે ખેતરોમાં પાણીના નિકાલની પાઈપલાઈન નાખવાના વિરોધમાં શૈલેષ મેર અને વિરમગામના ખેડૂત આગેવાન પિંટુ કોળીએ આગેવાની લીધી હતી, જેમાં ધારાસભ્ય કનુભાઈ પટેલે દરમિયાનગીરી કરી કામ બંધ કરાવ્યું હતું. આ હુમલો કોઈ રાજકીય ઈશારે થયો હોવાનો આક્ષેપ કરીને, આરોપીઓ હજી સુધી ન પકડાતા પિંટુ કોળીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશને ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પરિસ્થિતિને જોતાં ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરાયો છે, જ્યારે પોલીસે આરોપીઓને પકડવા ૧૫ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


