મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli News: ખાંભામાં પિતાએ જ કરી દિકરીની હત્યા, આરોપીને ઝડપવા પોલીસ તપાસ શરુ

ગુજરાતમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પિતાએ જ પોતાની દિકરી

Amreli News: ખાંભામાં પિતાએ જ કરી દિકરીની હત્યા, આરોપીને ઝડપવા પોલીસ તપાસ શરુ

ગુજરાતમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પિતાએ જ પોતાની દિકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ સગી દીકરી પુત્રીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે, ડેડાણ ગામની ઇશિકાબેન ખોખરને પ્રેમી કાના સાથે લગ્ન કરવા હતા. પરંતુ  પિતાને સમાજમાં આબરૂ જવાની બીકે પ્રેમસંબંધમાં લગ્ન નહોતા કરવા દેવા. પિતાએ અન્ય જગ્યા લગ્ન કરવાનું કેહતા પુત્રીએ ઇન્કાર કર્યો હતો. જેથી પિતાએ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પુત્રીને કાના નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધના કારણે સગા પિતા મજીદભાઈ ખોખરએ હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાને રાઉન્ડપ કરી ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો