Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Erosion of 'pre-monsoon' planning in Ahmedabad

VIDEO:અમદાવાદમાં 'પ્રી-મોન્સૂન' આયોજનનું ધોવાણ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં પ્રી-મોન્સૂન કામગીરીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં ગમે ત્યારે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે તેમ છે, ત્યારે હજુ પણ અનેક વિસ્તારોમાં જીવલેણ ખાડાઓમાં કામગીરી ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમગ્ર શહેરમાં સાત દિવસમાં ખાડા પૂરવા માટે કડક તાકીદ કરી હતી. પરંત આ અલ્ટીમેટમ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ખાડા પૂરાયા નથી. ખાસ કરીને અંજલિ, દાણીલીમડા, ખોખરા અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મસમોટા ખાડા ખોદાયેલા છે. વાહનચાલકો અને રાહદારીઓના માથે જોખમ તોળાઈ રહ્યું છે. અને તંત્રની ઢીલી કામગીરી સામે રોષે ભરાયા છે.

App Store