મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજી પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની એન્ટ્રી

રાજકોટના ધોરાજી પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધોરાજી શહેર તેમજ આસપાસના

આ સમાચાર સાંભળો

રાજકોટના ધોરાજી પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે વિરામ વિના જોર પકડતાં ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારા અને ગરમીથી અકળાયેલા સ્થાનિક રહીશોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયના ઇંતજારો બાદ સર્વત્ર મેઘમહેર થતાં સ્થાનિકો સાથે ધરતીપુત્રોમાં પણ આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો