અરવલ્લી જિલ્લા સેવા સદનમાં મંજૂરી વિના 4થી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં મંજૂરી વગર 4થી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં મંજૂરી વગર 4થી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો વ્યવસ્થા પર વિપરીત અસર પડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : નવસારીમાં જાહેર મંચ પર ધારાસભ્યની વાત પર સી આર પાટીલે કર્યો કટાક્ષ
જિલ્લા સેવા સદન ખાતે રેલી, ધરણા, ઉપવાસ, આંદોલન, આવેદન પત્રો, આત્મવિલોપ અર્થ રજુઆત કરવા 4થી વધુ વ્યક્તિ ભેગા થવા અને ટોળાં એકઠાં થવા પર રોક લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 7 ફેબ્રુઆરીથી 7 એપ્રિલ સુધી અમલમાં રહેશે.




