VIDEO: જૂનાગઢમા ફરી ભૂવો પડયો
જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મજેવડી દરવાજાથી ઐતિહાસિક ગિરનાર તળે

જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મજેવડી દરવાજાથી ઐતિહાસિક ગિરનાર તળેટી તરફ જતા મુખ્ય રસ્તા પર એક વિશાળ ભૂવો પડી જતાં વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ શહેરની ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ભૂવાની આસપાસ બેરિકેટ્સ લગાવીને અકસ્માત ન સર્જાય તે માટે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી કરી હતી... ભવનાથ અને ગિરનાર તરફ જતા યાત્રિકો તેમજ સ્થાનિક લોકોને કોઈ મોટી મુશ્કેલી ન પડે તે માટે હાલ પૂરતો એક સાઇડનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં મનપાના કોઈ પણ જવાબદાર અધિકારી કે કર્મચારી હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નથી




