VIDEO: વરસાદમાં ધોવાયું ડાયવર્ઝન, સાવરકુંડલા-મહુવા હાઈવે બંધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક વિજપડી પાસે વરસાદી માહોલ વચ્ચે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનચાલકો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક વિજપડી પાસે વરસાદી માહોલ વચ્ચે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવા બ્રિજના નિર્માણ માટે બનાવવામાં આવેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતા સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે માર્ગ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. જેના કારણે કાર અને ટ્રક સહિતના વાહનોની અવરજવરમાં અવરોધ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગને વહેલી તકે પૂર્વવત કરવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.




