મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અડાજણ લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર આરોપી ઝડપાયા

સુરતના અડાજણમાં વેપારી સાથે થયેલી 3.75 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અડાજણના પાલનપુર જકાતનાકા પાસે વેપારીની આંખમાં ધૂળ નાખી લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ આરોપીઓની ઓળખ કરી હતી. એક આરોપીને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી, જ્યારે અન્ય ત્રણને સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કરણ ઉર્ફે કાળિયો, પન્નેલાલ, રોહિત અને સોનુ નિષાદનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી કરણ સામે અગાઉ પણ કતારગામ, અમરોલી અને ગોડાદરા વિસ્તારમાં ગુનાઓ નોંધાયેલા છે.  

આ સમાચાર શેર કરો