VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહીર સિંહણ ગામમાં અધૂરા રસ્તાના કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામમાં અધૂરા રસ્તાના કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહીર સિંહણથી ખંભાળિયાને જોડતા મુખ્ય માર્ગને કોન્ટ્રાક્ટરે છેલ્લા ત્રણ મહિનાથી ખોદી નાખ્યો હોવા છતાં હજુ સુધી કામ શરૂ ન કરતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે, ત્યારે આગામી ચોમાસાને ધ્યાને રાખી ગ્રામજનોએ આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલનકરવાની ચીમકી ઉચ્ચારી છે.

