Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Dwarka news: Illegal marijuana cultivation caught in Kanchanpur village of Khambhaliya taluka

Dwarka news: ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Dwarka news: ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાયું
સોર્સ : GSTV

Dwarka news: ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામેથી ખંભાળિયા પોલીસને મોટી સફળતા મળી છે. મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલમાં કંચનપુર ગામે રહેવાસી ગુલાબસિંહ ઠાકોર નામનો ખેતમજૂર પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ સાથે ધરપકડ કરી. 

App Store

 ખંભાળિયા પોલીસે મળેલી ચોક્કસ બાતમી આધારે સ્થળ પર  તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન  કંચનપુર ગામે મૂળ મધ્યપ્રદેશના ખેતમજૂરના ઘરે ઘરના અંદરના ભાગમાં ખાસ રીતે સંભાળીને ઉગાડવામાં આવેલા કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની બજાર કિંમત અંદાજે રૂપિયા 2.27 લાખ જેટલી થતી હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે.

ગુલાબસિંહ ઠાકોર દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાનું ઉત્પાદન કરી નશીલા પદાર્થોના ગેરવેપારને પ્રોત્સાહન આપવાનું કૃત્ય ગંભીર સ્વરૂપનું હોવાથી ખંભાળિયા પોલીસે તેની તરત જ અટકાયતમાં લીધી. તેની સામે NDPS અધિનિયમની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી જરૂરી નમૂના, પુરાવા અને છોડ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની પ્રવૃત્તિ વધતી હોવાનો ઈશારો આપ્યો છે, જેને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વધુ કડક પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ખંભાળિયા પોલીસ ઘટનાની વિગતવાર તપાસ ચલાવી રહી છે.