Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Body recovered after three hours of struggle in accident on Khambhaliya-Porbandar highway

Dwarka: ખંભાળિયા-પોરબંદર હાઈવે પર થયેલા અકસ્માતમાં ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢયા

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Dwarka: ખંભાળિયા-પોરબંદર હાઈવે પર થયેલા અકસ્માતમાં ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢયા

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. 

App Store

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદનો આ નજારો જોઈને લોકો હચમચી ગયા છે. લગભગ 3 કલાક ની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ખંભાળિયાની ફાયર વિભાગ તેમજ પોલીદ્વારા 2 ક્રેન અને એક JCBની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની જીવાભાઈ સવાભાઈ કર્મુર અને શોમાત ભીખા ડોડીયાના નામે થઈ હતી.