Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Body of 21 year old youth drowned in Gomti river found

VIDEO: Devbhoomi Dwarka / ગોમતી નદીમાં ડૂબેલા 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના ગોમતીઘાટ ખાતે પવિત્ર અધિક માસના પહેલા (17મી મે) દિવસે સ્નાન કરતી વખતે ડૂબેલા રાજકોટના યુવકની દુર્ઘટનામાં આખરે ભારે આઘાતજનક અને કરૂણ અંત આવ્યો છે. ગોમતી નદીના તેજ પ્રવાહમાં લાપતા બનેલા 21 વર્ષીય વિશાલ પરમારનો મૃતદેહ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો. મેગા સર્ચ ઓપરેશનના અંતે યુવકનો મૃતદેહ હાથ લાગતાં જ હોસ્પિટલ ખાતે હાજર પરિવારજનોમાં કલ્પાંત વ્યાપી ગયો છે.

App Store

સ્થાનિકોએ એકનો જીવ બચાવ્યો

મળતી માહિતી અનુસાર, પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા દિવસે ગોમતી નદીના સ્નાનનું સવિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. લોકો હરિનામ સ્મરણ સાથે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે જ રાજકોટથી પરિવાર સાથે આવેલા બે યુવાનો સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. પરંતુ નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવતા બંને જણા અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા અને બચાવવા માટે મદદની બૂમો પાડવા લાગ્યા હતા.

બંને યુવાનોને ડૂબતા જોઈને ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓ અને નાવિકોએ સમયસૂચકતા વાપરી તુરંત જ નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ એક યુવકને પાણીમાંથી જીવતો બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કમનસીબે બીજો યુવાન નદીના અંદરના તેજ વહેણમાં તણાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડનું મેગા સર્ચ ઓપરેશન અને મૃતકની ઓળખ

ઘટનાની જાણ થતાં જ દ્વારકા ફાયર વિભાગની ટીમ બોટ અને આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે ગોમતી નદી અને દરિયાના સંગમ સ્થાન આસપાસ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ આખરે મોડી રાત્રે લાપતા યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ રાજકોટના રહેવાસી વિશાલ પરમાર તરીકે થઈ છે. હાલ પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.