VIDEO: Devbhoomi Dwarka / ખંભાળિયામાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા હાલાકી, ખેડૂતો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર
સોર્સ : GSTV
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ડીઝલ માટે ખેડૂતોની ભારે પડાપડી જોવા મળી રહી છે. ખંભાળિયા-પોરબંદર હાઇવે પર આવેલા પેટ્રોલ પંપો પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. મોડી રાત સુધી ડીઝલ લેવા લાંબી કતારો લાગી હતી. પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક આવતા ખેતીકામ અને ટ્રેક્ટર માટે ડીઝલની માંગમાં ભારે વધારો થયો છે. અનેક ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે. ડીઝલ સંકટને કારણે ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

