Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Gross negligence of the administration at Gomti Ghat

VIDEO: Devbhoomi Dwarka / ગોમતી ઘાટ પર તંત્રની ઘોર બેદરકારી; મહિલા ચેન્જિંગ રૂમ બંધ રહેતા યાત્રિકોમાં ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દ્વારકામાં આવેલા પવિત્ર ગોમતી નદીના સંગમ સ્થાને તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર લાખો રૂપિયાના ખર્ચે બનેલા મહિલા ચેન્જિંગ રૂમમાં તાળા મારી દેવામાં આવતા, અહીં સ્નાન કરવા આવતી હજારો મહિલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store

દ્વારકા આવતા હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માને છે. જોકે, સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે બનાવવામાં આવેલા ચેન્જિંગ રૂમ બંધ હાલતમાં હોવાથી મહિલા યાત્રિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. મહિલા સુરક્ષા અને સન્માનની મોટી વાતો વચ્ચે શ્રદ્ધાળુ મહિલાઓને ગોમતી ઘાટ પર જાહેરમાં જ કપડાં ચેન્જ કરવાની ફરજ પડી રહી છે, જે યાત્રાધામ માટે અત્યંત શરમજનક બાબત છે.

યાત્રાધામ વિકાસ બોર્ડ અને દ્વારકા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના સરકારી ખર્ચે આ ચેન્જિંગ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ તેના મેન્ટેનન્સ કે સંચાલનમાં તંત્રની ઘોર અણઆવડત દેખાઈ રહી છે. સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ ન થઈ શકવાને કારણે યાત્રિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલા સુરક્ષાના મોટા-મોટા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો હાલ દ્વારકામાં જોવા મળી રહ્યા છે.