Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Villagers are suffering from serious illnesses due to cement dust

VIDEO: Devbhoomi Dwarka / દેવપરા ગામમાં પ્રદૂષણનો કહેર; સિમેન્ટની ડસ્ટના કારણે ગ્રામજનો ગંભીર બીમારીઓના ભરડામાં

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે આવેલું દેવપરા ગામ આજે ઉદ્યોગોના વિકાસ વચ્ચે વિનાશની વેદના સહન કરી રહ્યું છે. અહીં કાર્યરત ટાટા કેમિકલ્સના સિમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતી ડસ્ટએ સ્થાનિકોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે.  શ્વાસ લેવાની સાથે આ ઝેરી રજકણો ગ્રામજનોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પ્રદૂષણની આ ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં એક ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

આરોગ્ય તપાસ દરમિયાન સામે આવ્યું કે ગામના 70થી વધુ લોકો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષિત વાતાવરણ અને પાણીના કારણે લોકો કિડની સ્ટોન, ચામડીનાં રોગ, શ્વાનનાં રોગ, આંખનાં રોગ જેવા ભયકંર રોગોથી પીડાઈ રહ્યા છે.  સ્થાનિકો વર્ષોથી આ પ્રદૂષણ સામે કાયદાકીય લડત લડી રહ્યા છે. અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રએ આ અંગે કોઈ પગલાં લીધા નથી.