Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Royal celebration of BJP's victory; Supporters shower gold and silver notes

VIDEO: Devbhoomi Dwarka / ભાજપની જીતનો શાહી જશ્ન; સમર્થકોએ સોના-ચાંદીની નોટોનો વરસાદ કર્યો

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સમર્થકોએ અત્યંત અનોખી અને શાહી અંદાજમાં ઉજવણી કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર લખુભાઈ ચાવડાની જીતની ખુશીમાં ઉત્સાહિત કાર્યકરોએ સામાન્ય કાગળની નોટોને બદલે સોના અને ચાંદીની નોટોનો વરસાદ કરી સૌને ચોંકાવી દીધા હતા. વોર્ડ નંબર 1 માં ફરી એકવાર કેસરીયો લહેરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સમર્થકોએ આ અનોખા અંદાજમાં પોતાના નેતાના વિજયને વધાવ્યો હતો. આ વિશિષ્ટ ઉજવણીના દ્રશ્યો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.

App Store