VIDEO: Devbhoomi Dwarka / કેનેડી ગામે ગેરકાયદેસર બોક્સાઇટ ખનન પર ત્રાટકી LCB અને ખાણ ખનીજ વિભાગની ટીમ, લાખોનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ગેરકાયદેસર બોક્સાઇટ ખનન અને પરિવહન સામે એલસીબી અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી બિનઅધિકૃત રીતે બોક્સાઇટ ભરાતું હોવાનું ખુલ્યું હતું. ટ્રક હનુમાનગઢ પાસે રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચાલક ભિખુભાઇ કરશનભાઇ જાડેજાની અટકાયત કરાઈ હતી. લક્ષ્મી મિનરલ્સ ખાતે પણ ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. કુલ અંદાજે 105 ટન બોક્સાઇટ અને વધુ 36 ટન ખનીજ જપ્ત કરવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.

