અમદાવાદમાં 10 બ્રિજની સમય મર્યાદા પૂરી થવા છતાં કામમાં હજુ ઠાગાઠૈયા
અમદાવાદ મહાનગરપાલિકા બ્રિજ બનાવવાની જાહેરાત તો કરી દે છે પરંતુ બ્રિજ સમય મર્યાદામાં પૂર્ણ થા

અમદાવાદ મહાનગરપાલિકા બ્રિજ બનાવવાની જાહેરાત તો કરી દે છે પરંતુ બ્રિજ સમય મર્યાદામાં પૂર્ણ થાય છે કે કેમ તે ધ્યાન રાખવામાં આવતું નથી. શહેરમાં ૧૦ બ્રિજ એવા છે જેના નિર્માણની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અથવા પૂર્ણ થવાની તૈયારી છે છતાં કામગીરી અધૂરી છે. ટ્રાફિક સમસ્યાથી મુક્તિ અપાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં કેટલાક બ્રિજ ગુણવત્તાને કારણે ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે કેટલા બ્રિજ તેની સમય મર્યાદાને કારણે ચર્ચામાં આવ્યા છે.
શહેર ના 10 બ્રિજ એવા છે જેમાં ડેડ લાઇન પૂર્ણ થઈ ગઈ અથવા પૂર્ણ થવાની તૈયારી હોવા છતાં કામ પૂર્ણ નથી થયું. મહત્વની વાત એ છે કે બ્રિજ બનાવવામાં વિલંબ કરી રહેલા કોન્ટ્રાકટર અને અધિકારી સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.
| બ્રિજ | કામ શરૂ થયું | સમય મર્યાદા | કેટલું કામ થયું |
|---|---|---|---|
| પલ્લવ જંકશન બ્રિજ | 22 સપ્ટેમ્બર 2021 | 30 મહિના | 95% |
| મકરબા એસજી હાઇવે બ્રિજ | 30 સપ્ટેમ્બર 2022 | 26 મહિના | 88% |
| હેબતપુર રેલવે બ્રિજ | 13 ફેબ્રુઆરી 2023 | 26 મહિના | 60% |
| નરોડા પાટિયા ઓવરબ્રિજ | 17 જુલાઈ 2023 | 36 મહિના | 36.80% |
| વાડજ ઓવરબ્રિજ | 28 જુલાઈ 2023 | 30 મહિના | 22.93% |
| બુટભાવની ઓવરબ્રિજ | 8 ઓગસ્ટ 2023 | 26 મહિના | 53.25% |
| સત્તાધાર ઓવરબ્રિજ | 28 ઓગસ્ટ 2023 | 26 મહિના | 55% |
વિપક્ષનું કેહવું છે કે, અધિકારીઓ અને કોન્ટ્રાકટરની આળસને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી નથી થઇ. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું એ તેમની જવાબદારી છે પરંતુ ભાજપના કોન્ટ્રાક્ટર હોવાથી કોઈ કાર્યવાહી નથી થતી.
અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં બ્રિજ હોવાને કારણે તેને બ્રીજની નગરી કહી શકાય. બ્રિજ લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ આપે છે પણ અમદાવાદ મહાનગરપાલિકાની ઢીલી નીતિને કારણે દસ બ્રિજની અધૂરી કામગીરીને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.






