મહેસાણામાં નાયબ મામલતદાર દુકાનધારકો પાસેથી રુ.5000ની લાંચ લેતા ઝડપાયા
કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ લેતા હોય

કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ લેતા હોય છે. ગુજરાતભરમાંથી આવા લાંચીયા કર્મચારીઓને ઝડપી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હજુ ગઈકાલે જ પાટણમાં PM આવાસ યોજનામાં પાસ થઈ ગયેલ મકાન માટે એક તલાટી દ્વારા વચેટિયા મારફતે લાંચ લેવાનો વીડિયો વાયરલ થયો હતો એવામાં મહેસાણામાં ફરી એક વાર અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મહેસાણામાં નાયબ મામલતદાર પૂરવઠા લાંચ લેતા ઝડપાયા છે.
મહેસાણા જિલ્લામાં ખેરાલુના નાયબ મામલતદાર પૂરવઠા - ડી કે મહેતા લાંચ લેતા ઝડપી પડાયા છે. સસ્તા અનાજના દુકાન ધારકો પાસેથી રૂ.5000 મહિનાના લેતા હતા. સસ્તા અનાજની દુકાન ધારક પાસેથી 2 મહિનાના 10,000 રુપિયા માંગ્યા હતા. દુકાનધારકને હેરાન નહીં કરી તેમજ નોટિસ નહિ આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. આખરે મહેસાણાની એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને ડી.કે. મહેતાને પકડી પાડ્યો હતો.


