Video: માલગાડીની અડફેટે આવતા પરપ્રાંતીય યુવકનું મોત

સોર્સ: gstv

જેતપુરના ભાદર નદીના રેલવે ટ્રેક પર વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક પરપ્રાંતીય યુવક માલગાડીની અડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતકની ઓળખ બિહારના ૪૪ વર્ષીય બિરેન્દ્ર કામશ્વર શાહ તરીકે થઈ છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ ઉદ્યોગનગર પોલીસે આ મા็กલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત