VIDEO: ઓઢવમાં જર્જરિત પાણીની ટાંકીથી અકસ્માતનો ખતરો, સ્થાનિકોમાં ભય
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી એક જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી ગમે ત્યારે મોટી દ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી એક જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરે તેવી ભયજનક સ્થિતિ સર્જાઈ છે. આદિનાથ નગરમાં પંચાયત સમયની આ ટાંકી વર્ષોથી ખંડેર હાલતમાં ઉભી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ટાંકીની બિલકુલ બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં દરરોજ ૩૦૦થી વધુ માસૂમ બાળકો ભણવા આવે છે. આસપાસ ગીચ રહેણાંક મકાનો પણ આવેલા છે.ચોમાસાના ભારે વરસાદ કે પવનમાં જો આ ટાંકી ધરાશાયી થશે, તો અનેક લોકોના જીવ જઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 'ભયજનક' હોવાની નોટિસ મારીને ટાંકીને કોર્ડન તો કરી દીધી છે, પરંતુ તેને તોડી પાડવાની તસ્દી હજુ સુધી લીધી નથી. સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ?



